Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

જામકંડોરણા ગોંડલ રોડ પર ફોફળ નદીના પુલમાં ફરી ગાબડાં પડતા વાહન વ્યવહાર બંધ

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા.ર૯ : સમગ્ર પંથકમાં ગત તા.૧૩ના રોજ ભારે વરસાદના પરિણામે જામકંડોરણા ગોંડલ હાઇવે પરનો ફોફળ નદી પરના પુલના બે ગાળા ધરાશાયી થઇ જતાં જામકંડોરણાથી ગોંડલના વાહન વ્યવહાર બંધ થઇ જવા પામ્યો  હતો. આ રસ્તાનું પુલનું રીપેરીંગ કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલીક શરૂ કરી દેવામાં આવ્યો હતો. અને ગઇકાલે આ માટીકામ પુર્ણ થઇ ગયુ હતુ અને આ રસ્તો આજથી તમામ વાહનોની અવર જવર માટે ચાલુ થવાનો હતો. ત્યારે ગત રાત્રીના ભારે વરસાદના લીધે ફોફળ નદીમાં પુર આવતા આ રીપેર કરવામાં આવેલ. પુલમાં ફરી ગાબડા પડીજતાં આ જામકંડોરણા ગોંડલ રોડનો વાહન વ્યવહાર બંધ છે. આ પુલમાં ગાબડા પડતા આજે સવારે જામકંડોરણા મામલતદાર વી.આ. મુળીયાસીયા તેમજ મામલતદાર કચેરીના પ્રશાંત મહેતાએ સ્થળ મુલાકાત લઇ જરૂરી  સુચનાઓ આપી હતી.

(1:05 pm IST)