Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ગોંડલ સહકારી ખરીદ વેચાણ સંઘની સાધારણ સભા મળી : ૧૫ ટકા ડીવીડન્ડ જાહેર

ગોંડલ,તા. ૨૯:  તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની વર્ષ ૨૦૧૯/૨૦ ની વાર્ષિક સાધારણ સભા, સંશ્થાના ગોડાઉન વિભાગ, ગુંદાળા ખાતે પ્રમુખ કુરજીભાઈ ભાલાળાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી.. તેમાં સભાસદ મંડળીઓના પ્રતિનિધિઓ, સંધના બોર્ડ ઓફ ડિરેકટર્સ, સહકારી મંડળીઓના મંત્રીશ્રીઓ અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહેલ. તેમાં સંધે વર્ષ દરમ્યાન કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવેલ. નફો રૂપિયા ૨૫.૯૨ લાખનો થયેલ છે, ડિવિડન્ડ ૧૫ ટકા મુજબ જાહેર કરવામાં આવેલ. સભાસદોને, મનત્રીશ્રીને પ્રોત્સાહન ભેટ, સ્ટાફને એકસ. બો. વિગેરેની વ્ય. કમિટીએ કરેલ ભલામણને માન્ય રાખી, એજન્ડા મુજબની તમામ કાર્યવાહી સર્વાનુમતે ઠરાવોથી પસાર કરવામાં આવેલ.. તેમજ આ સંઘ સાથે જોડાયેલ સભ્ય મંડલીઓ પૈકી ૧૫ વર્ષથી વધુ સમય સુધી સળંગ સેવા આપતા પ્રમુખોનું (૧) દસરથસિંહ જાડેજા,મુંગાવાવડી ,(૨)જગદીશભાઈ ગોલ, દેરડી (કું  (૩)દામજીભાઇ ભુવા.શ્રીનાથગઢ વગેરેને સન્માનપત્ર આપી, ફુલહાર, સાલથી , રોકડ પુરસ્કાર આપી નવાજવામાં આવેલ.

રાજકોટ ડી. કો. ઓ. બેંક લી.ના ગોંડલના પ્રતિનિધિ ડિરેકટરશ્રી મગનભાઈ ઘોણીયા, પ્રવીણભાઈ રૈયાણીનું સંઘના પ્રમુખશ્રી કુરજીભાઈ ભાલાળા અને ઉપપ્રમુખ ગોવિંદભાઇ વાઢેર એ જાહેર સન્માન કરેલ.. તેમજ માર્કેટ યાર્ડ, ગોંડલના પ્રમુખશ્રી ગોપાલભાઈ શીંગાળા, ઉપપ્રમુખ  કનકસિંહ જાડેજા ઉઓસ્થિત રહેલ તેમનું સન્માન કરવામાં આવેલ..

કૃભકો, રાજકોટના એરિયા મેનેજર કે. એમ. વસોયા ઉપસ્થિત રહેલ અને કૃભકો ખાતર વિશે માહિતી આપેલ. પીઢ સહકારી આગેવાન મગનભાઈ ઘોણીયાએ પ્રાસંગીક પ્રવચનમા સંદ્યના સારા વહીવટ બદલ, ઉતરોતર પ્રગતિના આંકડાને ધ્યાને લઇ પ્રમુખશ્રી અને કારોબારીને, મેનેજમેન્ટને શુભેચ્છા પાઠવેલ. કનકસિંહ જાડેજાએ પણ માર્કેટ યાર્ડ દ્વારા ચાલતી પ્રવૃત્ત્િ।, ખેડૂતોને મળતા સારા બજારભાવ અને અન્ય માહિતી આપેલ. સાથે સાથે ગોંડલ સંઘના વર્ષ દરમ્યાનના અહેવાલને જોતા, સારા નફા, ૧૫ ટકા ડિવિડન્ડ આપેલ, તે બદલ પુરી ટીમને શુભેચ્છા પાઠવેલ. સહકારી ક્ષેત્રના રાજકોટ જિલ્લાના ઘડવૈયા સ્વ. વિઠલભાઈ રાદડિયાને યાદ કરી, તેમની કંડારેલ કેડી ઉપર ચાલીને સહકારી પવૃત્ત્િ। ચલાવીએ તેવો સુર વ્યકત કરેલ.સભામાં તમામ માહિતી રા. ડી. કો. ઓ. બેંક લી. ના ડે. મેનેજર, ઝોનલ કિરીટભાઈ માવાણીએ રજૂ કરેલ, સમગ્ર કાર્યવાહી અને વ્યવસ્થા ગોંડલ સંદ્યના મેનેજર પ્રભુદાસ ટી. કિલજીએ કરેલ..કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સભામાં સોસીયલ ડિસ્ટન્સ જાળવવામાં આવેલ, સેનેટરાઈજ કરવામાં આવેલ, દરેકને માસ્ક વિતરણ કરવામાં આવેલ. અંતમાં સાધારણ સભાની તમામ કાર્યવાહી સર્વાનુમતે પૂર્ણ કરવા બદલ ફરી, સૌ સભાસદ પ્રતિનિધિઓનો આભાર સભાના પ્રમુખ કુરજીભાઈ ભાલાળાએ માનેલ અને હર હમેશ આવોજ સહકાર મળતો રહેશે તેવી આશા વ્યકત કરેલ.. આભાર વિધિ મેનેજર પ્રભુદાસભાઇ કીલજી તરફથી કરી સભાનું કામ કાજ સંપન્ન થયેલ જાહેર કરવામાં આવેલ.

(11:43 am IST)
  • ' જનોઈની કસમ ,આ વખતે બીજેપી ને વોટ નહીં ' : અયોધ્યામાં નિર્માણ પામી રહેલા શ્રી રામ એરપોર્ટ માટે સંપાદન કરાયેલી જમીનનું યોગ્ય વળતર ન મળ્યું : જબરદસ્તી સહીઓ લેવાઈ ગઈ : ખેડૂતોનો ઉગ્ર આક્રોશ : સમાજવાદી પાર્ટીએ ખેડૂતોના હક્ક માટે લડત આપવા તૈયારી બતાવી access_time 7:41 pm IST

  • ફ્રેન્ચ ઓપનમાં જબરો અપસેટ : એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર : ફ્રેન્ચ ઓપનમાં બ્રિટનના એન્ડી મરે પ્રથમ રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ ગયો છે : વાવરીન્કાએ મરે ને એક કલાક અને ૩૭ મિનિટમાં ૬-૧, ૬-૩, ૬-૨થી હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો access_time 3:11 pm IST

  • ટ્રેકટર સળગાવવા મામલે પીએમ મોદીની ટિપ્પણીઃ જેમની ખેડૂતો પૂજા કરે છે તેને જ વિપક્ષે આગ લગાડી access_time 4:04 pm IST