Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

બોટાદ જિલ્લાના વાવડીમાં પીજીવીસીએલની ટીમ ઉપર હુમલોઃ રાજકોટના ડે. ઇજનેર કે.જી. પટેલને ઇજા

બોટાદઃ બોટાદ જિલ્લાના વાવડી ગામે પીજીવીસીએલની ટીમ ઉપર હુમલો થતાં દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ જિલાલાના ગઢડા તાલુકાના વાવડી ગામે વિજ ચેકીંગ માટે ગયેલી પીજીવીસીએલની ૯ ટીમો પર ગ્રામજનોએ હુમલો કર્યો હતો.

આ હુમલામાં રાજકોટના ડે. ઇજનેર કે.જી. પટેલને પણ ઇજા થતા તેમને સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલા બાદ પીજીવીસીએલ ટીમ દ્વારા બોટાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

 

(12:58 pm IST)