Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ગોંડલ-રાજકોટ હાઇ-વે ઉપર વોંકળામાંથી યુવકનો મૃતદેહ મળ્યો

ગોંડલ, તા. ર૯ : ગોંડલ-રાજકોટ હાઇ-વે ઉપર વોંકળામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ-રાજકોટ હાઇ-વે ઉપરના રામધાર પાસે આવેલા વોંકળામાં એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ પડયો હોવાની જાણ પોલીસને કરાઇ હતી.  પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતદેહને ગોંડલની સરકારી હોસ્પિટલે ખસેડીને આ યુવકની ઓળખ મેળવવા તથા મોતના કારણ અંગે તપાસ શરૂ કરી છે. (૮.૧૧)

 

(12:11 pm IST)