Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સૌરાષ્ટ્રના યાર્ડોએ ઉંઝા યાર્ડ સાથે બંધમાં જોડાવવું કે નહિ ? કાલે નિર્ણય લેવાશે

સૌરાષ્ટ્ર યાર્ડોના વેપારીઓએ રાજકોટ- ગોંડલ યાર્ડના વેપારીઓ જે નિર્ણય લ્યે તેમાં જોડાવવાનું જાહેર કર્યુ : કાલે મીટીંગ રિવ્યુ આવ્યા બાદ નિર્ણય લેવાશે

રાજકોટ, તા. ર૮ : આજે સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડોમાં એક કરોડ રૂપિયાના રોકડ ઉપર ૨ ટકા ટીડીએસ લાગવાનો છે નિયમ આવી રહ્યો છે તેના માટે બધા જ યાર્ડ માં સ્થાનિકઙ્ગ કમિશન એજન્ટો અને વેપારીઓની મીટીંગ બોલાવવામાં આવતી. જેમાં દરેક માર્કેટિંગ યાર્ડોમાં એવું નક્કી કરવામાં આવ્યું કે રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ જે નક્કી કરે તેની સાથે સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ જોડાશે

સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડના મીટીંગના રિવ્યૂ આવ્યા બાદ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશન દ્વારા હવે શું કરવું તેના માટે ની રણનીતિ નક્કી કરશે સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડોમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારનો પેમેન્ટ નો પ્રોબ્લેમ ન થાય તેના માટે ચર્ચા કરવામાં આવી ખેડૂતોને કઈ રીતે સગવડતા મળી રહે અને ખેડૂતો પોતાનો માલ માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાવે તેના માટે ખેડૂતો સાથે રહેવું તેવું નકકી કરાયું હતું. તેમજ સરકાર દ્વારા જયાં સુધી નોટિફિકેશન જાહેર ન કરે ત્યાં સુધી સૌરાષ્ટ્રના વેપારીઓ મુંઝવણમાં હોય તો વહેલી તકે સરકાર આ નિયમનું નોટિફિકેશન જાહેર કરે તેવી માંગણી કરાઇ હતી.

સૌરાષ્ટ્રના યાર્ડના રિવ્યૂ આવ્યા બાદ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિયેશન દ્વારા નક્કી કરવામાં આવશે કે હવે પછી આપણે શું કરવું. ઊંઝા યાર્ડ સાથે બંધ માં જોડાવવાની તો સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિયેશન દ્વારા હજુ સુધી બંધ માટેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી આવતીકાલે તમામ માર્કેટયાર્ડના રિવ્યૂ આવ્યા બાદ બંધમાં જોડાવું કે નહીં તે જાહેર કરશે

 સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશના પ્રમુખ અતુલભાઇ કામાણીએ જણાવ્યું હતું.

(4:05 pm IST)