Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મોરબીના હળવદ પાસે લકઝરી બસ પલ્ટી ખાઈ જતા પાંચ મુસાફરોને ગંભીર ઇજા

વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે દેવળીયા પાસે ડ્રાઈવરને જોકુ આવી જતા દુર્ઘટના

મોરબીના હળવદ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસે પલટી મારી છે. તેમાં સવાર 31માંથી પાંચ મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે. હળવદના દેવળીયા ગામ પાસે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી.

  વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં સહજાનંદ ટ્રાવેલ્સના ડ્રાઈવરને જોકુ આવી જતી આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘાયલોને જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી માંડવી જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો.

(1:18 pm IST)