Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

જુનાગઢમાં કારમાં દારૂની હેરાફેરી કરનાર શખ્સ ઝડપાયો

જુનાગઢ તા ૨૯ : જેનાગઢ રેન્જ આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદી અને એસ.પી. સોૈરભ સિંઘ એ  દારૂ જુગારની પ્રવૃતિ સખ્ત હાથે ડામી દેવા જારી કરેલ આદેશના પગલે એ ડીવીઝન પો.કો. ભદ્રેશ રવૈયા ને મળેલ બાતમીના આધારે એ ડીવીઝન પી.આઇ. એમ.એ.વાળા, પી.એસ.આઇ. એચ.વી. રાઠોડ તથા ડી સ્ટાફના ખિમાણંદભાઇ મારૂ, વિક્રમસિંહ જુજીયા, ભદ્રેશભાઇ રવૈયા, પ્રકાશભાઇ અખેડ સહિતના એ આંબેડકરનગર પાછળ કબુતરી ખાણ પાસે થી હોન્ડા સીટી કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા પંચેશ્વર વિસ્તારના રૈયા ડાયા રબારીને ૫૪૦ લીટર દારૂ અને હોન્ડા સીટી કાર મળી કુલ રૂા ૬૦૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી  હાથ ધરેલ છે. ંરેન્જ આઇજીપીશ્રી સુભાષ ત્રિવેદી અને એસ.પી. સોૈરભ સિંઘ દ્વારા અસમાજીક પ્રવૃતિ સામે સતત ધોશ બોલાવી અને પ્રજાને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવી રહ્યા  છે ત્યારે પ્રજામાં પણ પોલીસની કડક કામગીરીની સરાહના કરવામાં આવી રહી છેે. (૩.૩)

 

(11:53 am IST)