Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

મોરબી પાલિકામાં પાણી પ્રશ્ને મહિલાઓનું હલ્લાબોલ :છ મહિનાથી પાણી વિતરણ ઠપ્પ :બેડા સરઘસ કાઢ્યું

મોરબીમા પાણીની સમસ્યા વકરી છે. લાંબા સમયથી પાણીની સમસ્યાથી ત્રસ્ત કેટલીક સોસાયટીની મહિલાઓ તેમને મળતા પાણીમાં કાપ સામે ઝઝુમી રહી હતી. તેમા વળી ૬ મહિનાથી પાણીનું વિતરણ ઠપ્પ થઇ જતા મહિલાઓએ તેના વિરોધમા બેડાં સરઘસ કાઢયું. મહિલાઓએ કચેરીમા બેડા અને ચમચી ખખડાવીને પોતાની ફરીયાદને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હતો.

(7:55 pm IST)