Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

કેશોદમાં અડધો ઇંચ : જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા

રાજકોટ, તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનો વિરામ યથાવત છે અને ધુપ-છાંવવાળુ હવામાન અનુભવાય રહ્યું છે.

આવા વાતાવરણ વચ્ચે કેશોદમાં સવારે અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા વરસ્યા છે.

કેશોદ

કેશોદ : લગભગ છેલ્લા કેટલાક સમય બાદ આજ સવારે મેઘરાજાની સ્થાનિક શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાજરી જણાઇ હતી.

આજે સવારે સવાનવથી પોણા દશ વાગ્યાની વચ્ચે અડધો કલાકમાં લગભગ અડધો ઇંચ જેવો વરસાદ પડેલ હતો.

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો પ્રભાવ ઓછો થયેલ જણાઇ રહ્યો હતો. જોકે પ્રવર્તી રહેલ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે આજે સ્થાનિક કેશોદ તથા આસપાસના વિસ્તારોમાં વધતા ઓછા અંશે વરસાદ વરસી ગયેલ હતો.

દરમિયાન સ્થાનિક કન્ટ્રોલરૂમ ખાતે સિઝનનો કુલ ર૭ાા ઇંચ વરસાદ નોંધાયેલ છે.

જામનગર

 જામનગર : જામનગરના ગ્રામ્ય વિસ્તારો ભ. ભેરાજા, સમાણા, ભણગોર અને મોટા વડાળામાં હળવા વરસાદી ઝાપટા પડયા છે.

(2:45 pm IST)