Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ચોટીલાના આણંદપુર રોડ પાસેના કોમ્પલેક્ષમાં ૭ દુકાનમાં ચોરી

એગ્રોની ૪ દુકાનો, મોટર રીવાઇડિંગ, મોટર સાઇકલ સ્પેરપાર્ટ સહિતની દુકાનોમાં ચોરીઃ પોલીસ પોઇન્ટ પાસે જ તસ્કરોનો હાથ ફેરો

વઢવાણ,તા.૨૯: સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો ભય લોકો ને સતાવી રહ્યો છે ત્યારે ચોટીલામાં કોરોના કાળમાં એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. ચોટીલાના આણંદપુર રોડ પર આવેલ નવી માર્કેટિગ યાર્ડ સામે આવેલ એક સાથે સાત દુકાનોમાં ચોરીની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી છે. ે ચોટીલા નવી માર્કેટિંગ યાર્ડ સામે આવેલ એક સાથે સાત દુકાનોમાં વેપારના રોકડ રકમની ચોરીની ઘટનાને પગલે ચકચાર જાગી છે.

ચોરીની ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે, તેમજ પોલીસ ટીમેં પણ તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે, આ દુકાનો પાસે પોલીસ પોઇન્ટ હોવા છતાં તસ્કરો દુકાનના પતરા ઉખેડી ને રોકડ રકમ ચોરીને અંજામ આપતા પોલીસને પડકાર ફેંકયો હોય તેમ ચોરી કરીને નાસી છૂટયા છે.

આ ઘટનામાં એગ્રોની ચાર મોટર રીવાઇન્ડીંગ સ્પેર પાર્ટસ સહિતની દુકાનોમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો છે.(

(1:02 pm IST)