Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

જસદણ- વિંછીયા પંથકમાં આજે પણ કોરોનાના પાંચ કેસ પોઝીટીવ : G.E.B.સ્ટાફ કવાર્ટરમાં રહેતા વ્યક્તિ સહિતના ઝપટે ચડી ગયા

આટકોટ :  જસદણ- વિંછીયા પંથકમાં આજે પણ કોરોનાના પાંચ કેસ પોઝીટીવ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

 જસદણનાં G.E.B.સ્ટાફ કવાર્ટરમાં રહેતા ધુડાભાઇ વણકર ઉ.વર્ષ 56,સાણથલીના શ્રીરામદેવ પીર મંદિર પાછળ રહેતા જયસુખભાઇ રવજીભાઇ ધડુક ઉ.વર્ષ 52, આટકોટનાં રમેશભાઈ કનુભાઈ કાનાણી ઉ.વર્ષ 50 તેમજ વિંજીયા તાલુકામાંથી પણ 2 કેસ પોઝીટીવ આવ્યા છે.

આટકોટનાં રમેશભાઈ કાનાણી  ગઇકાલે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા જેનો રીપોર્ટ આજે આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

(12:59 pm IST)