Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ભારતરત્ન ડો.કલામના નિર્વાણ દિવસ નિમિતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

અમરેલીઃ૨૭ મી જુલાઇ એટલે ભારતરત્ન અને આજીવન શિક્ષક અને લોકોના રાષ્ટ્રપતિ એવા ડો.કલામનો નિર્વાણ દિવસ. ડો. કલામ ઇનોવેટિવ વર્ક અમરેલી અને લાયન્સ કલબ ઓફ અમરેલી (મેઈન) ના સંયુકત ઉપક્રમે એકટ ફાઉન્ડેશનના માર્ગદર્શનથી શ્રીમતી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 'શ્રી તેજસ પરમાર આઈએસ'(ડી.ડી.ઓ અમરેલી) ની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ બાળકો માટે કલામ ટાઇની લાયબ્રેરીનું  વૃક્ષો રોપવામાં આવ્યા હતા.  આ તકે સંસ્થાના આચાર્ય રોહિતભાઈ મેહતા દ્વારા પણ આ નવી પહેલને આવકારવામાં આવી હતી. આ ત્રિવિધ કાર્યક્રમ માં ઉદયનભાઈ ત્રિવેદી (ધારા શાસ્ત્રી), વસંતભાઈ મોવલિયા (લાયન્સ ગવર્નર), અશોકભાઈ જોશી (હોમગાર્ડ કમાંડર ), ની સાથે કલામ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. કલામ ઇનોવેટિવ વર્ક અમરેલી અને લાયન્સ કલબ ઓફ અમરેલી મેઈન ના યુવાનો અને શ્રીમતીઙ્ગ જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલના ટ્રસ્ટીગણ, આચાર્ય રોહિતભાઈ મેહતા અને સમગ્ર સ્ટાફમિત્રોએ જહેમત ઉઠાવી હતી આ શાળામાં કોરોનાની મહામારી માં પણ ટેકનોલોજીના માધ્યમથી દરેક શિક્ષકો વિદ્યાર્થીનીઓને જે રીતે ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે તે જાણી અને ડી.ડી.ઓ દ્વારા આનંદ વ્યકત કરવાની સાથે સંસ્થાના આચાર્ય અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. ઙ્ગતેવું ડો. કલામ ઇનોવેટિવ્ વર્કના મહેતા અખીલભાઈની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(10:12 am IST)