Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

પોરબંદર નગરપાલીકામાં નવા વાહનો અને અન્‍ય માલ સામાન ખરીદી અંગે તટસ્‍થ તપાસ કરાશે?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૯: ભ્રષ્‍ટાચારીઓને બીક રહી નથી. બહુ રજુઆત થાય તપાસનો હુકમ થાય? લાંચ રૂશ્વત વિરોધી એજન્‍સીમાં ફરીયાદ રજુઆત કરો તપાસ થાય તેની ગતી માટે !  દિવસો અને મહિનાઓ વરસો સુધી કયારે તપાસ પુર્ણ થતી નથી. ચાર્જશીટ મોડુ દાખલ અથવા ચાર્જશીટ દાખલ થાય તે પહેલા કેટલીક વાર પરલોકગમન દોષીત થઇ ગયા હોય તેવા કિસ્‍સા પણ બહાર આવે છે.

તાજેતર ન્‍યાય અદાલતોએ જુદા જુદા કિસ્‍સામાં લાંચ રૂશ્વત ધારાનીએ કરાયેલ ફરીયાદ ત્‍યારબાદ ચાર્જશીટ તૈયાર કરી ન્‍યાય અદાલતમાં ન્‍યાયકીય પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે તેના અનુસંધાને કેસ ચાલે છે. પુરાવા મળતા કેસ સાબીત થાય છે દરમ્‍યાન ચાર્જશીટ થયેલ વ્‍યકિત સ્‍વધામ પહોંચી ગયેલ હોય કે ફરજ પરથી નોકરીનો કાર્યકાળ પુર્ણ થતા ફરજ મુકત થયેલ હોય પેન્‍શન સરકારી મળવા પાત્ર તમામ પ્રકારના લાભો મેળવી ચુકવ્‍યા હોય અને સજા થાય ત્‍યારે તેની જીંદગી જેલમાં કે થયેલ સજાના હુકમ સામે ન્‍યાય મેળવવા થતી અપીલમાં જાય છે.

તાજેતરમાં અહેવાલ પ્રમાણે રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના તાલુકા પંચાયત કચેરીને ઇજનેરોએ ભ્રષ્‍ટાચારની કચેરી ઓફીસ સમાંતર કચેરી ચલાવતા હોવાનો પર્દાફાશ થયો વરસો જુની લાંબા સમયની રજુઆતો માંગણી સરપંચ  જવાબદારો કરતા હોવા છતા તપાસ થતી ન હતી. પગલા લેવાના ન હતા. પ્રેસ મીડીયાના સ્‍ટીંગ ઓપરેશનથી તંત્ર દોડતુ નથી. રાજકોટના ડીડીઓની ઉંઘ ઉડી અને ફરજ સાંભળી તાત્‍કાલીક ડેપ્‍યુટી ડીડીઓને તપાસ અર્થે મોકલવામાં આવ્‍યા અને ડેપ્‍યુટી ડીડીઓએ તાબડતોબ જસદણ દોડી જઇ સમાંતર કચેરીએ ખાબકતા નાશભાગ થઇ દલાલ વચેટીયા પણ છુ થયા. જસદણ ટીડીઓની બદલી તાલાલા કરી અને બે કથતી સમાંતર કચેરી ચલાવનાર ઇજનેરોનેુ રાજકોટ હેડ ઓફીસમાં હેડ કવાર્ટરમાં બેસાડી દેવાયા. જયા તપાસ પુર્ણ ન થાય ત્‍યાં સુધી કોઇ પણ કાર્યવાહી ન કરવા આદેશ કરવામાં આવ્‍યો. ડેપ્‍યુટી ડીડી.ઓને પ્રાથમીક તપાસમાં સજ્જડ પુરાવા મળ્‍યા. રેકર્ડ જપ્ત કર્યુ. ૧૦ દિવસમાં અહેવાલ રજુ થયા બાદ આગળ કાર્યાવાહી થશે.

સમયાંતરે સરકારીમાં નિયમ અનુસાર ઓડીટ મોકલવામાં આવેલ. ઓડીટ ટીમ આવી વહીવટી ચેકીંગ ચકાસણી કરે પરંતુ તે પણ ઉંડાણ ઝીણવટભરી રીતે તટસ્‍થ ફરજ બજાવવા માટે?  મહેમાનગતી માણી લઇ હળવી કામગીરી કર્યા તટસ્‍થ કામગીરી કર્યાનો સંતોષ માને છે. છેલ્લા દશ વરસમાં જે કામો માલ ખરીદ કરી છે. તેના બિલ ચકાસી જે તે સમયે પ્રવર્તમાન બજાર ભાવ સાથે સરખામણી કરી છે જો સ્‍વખર્ચે માલ સામાનની ખરીદી કરવાની હોય બજાર ભાવની સરખામણી મુલવણી કરી રાહત મેળવાય. સરકારી તંત્ર ચલાવનાર વહીવટીમાં સામેલ મંત્રીશ્રીઓ કર્મી અને અધિકારી સારી રીતે જાણે છે કે પાલીકા માટે ખરીદ કરાયેલ જસણ વિગેરેના ભાવ નિયત ભાવ કરતા વધીને પાંચ ગણા બીલમાં લખાઇ આવેલ હોય છે. બચાવ બીજા બે વેપારીના બિલ ટેન્‍ડર પ્રક્રિયાથી સામેલ કરાય આ વેપારીની એજન્‍સી છે કે નહી સરકારી લાયસન્‍સ જીએસટી નંબર ધરાવે છે કે નહી પેઢી હૈયાત કાર્યરત વહેવારમાં છે કે બે નામી બીલ બનાવવા માટે ઉપયોગ કરાય છે. કર વસુલાત કરી બી આપે તેમાં પણ સમજુતી?

જયારે પોરબંદર નગર પાલીકામાં વહીવટી દેખરેખ માલ ખરીદી તથા કોન્‍ટ્રેકટર દ્વારા થયેલ કામ અંગે નાણાકીય વસુલાત માટે મુકવામાં આવેલ બીલો જે તે નગર પાલીકાની શાખા બ્રાન્‍ચ દ્વારા હેડ ઓફીસને મોકલવામાં આવે છે અને જવાબદાર હેડ ઓફીસના અધિકારી બીલની રકમ ચુકવાય તે પહેલા નાટકીય ઢબે નિયમ અનુસાર પાલીકાની ઓડીટ શાખા એટલે કે ઇન્‍ટર ઓડીટ વિભાગમાં ચકાસણી  માટે મોકલી આપે ઇન્‍ટર ઓડટીર શાખાના જવાબદાર અધિકારી એકાઉન્‍ટન્‍ટ પોતાની શાખાના અધિકારી પોતાની શાખા નિયુકત જવાબદાર કર્મીને ચકાસણી માટે આવે તે કર્મીએ રજુ થયેલ ખરીદ બીલ કે કોન્‍ટ્રાકટરના થયેલ કામગીરીના બીલની કામ થયા અંગેની ચકાસણી કરવાની હોય સ્‍થળ નિરીક્ષણકરવાનું હોય ખરીદ કરાયેલ માલ બજાર કિંમત એકસ ફેકટરી બીલ મુજબ છે કે સંસ્‍થાને કેટલી રાહત ફાયદો થાય છે તે વિગેરે જોવાનું ચકાસવાનું હોય છે. માત્ર મુળ સ્‍ટોર માલીક દુકાનદાર દ્વારા અપાવેલ માલઅને તેની કિંમત સાઇડ બીલ વધુ કિંમત મુકી સંસ્‍થાને ફાયદો થયેલ છે તેવી ગોઠવણ કરી આ બીલ ચુકવવા મંજુરીની મહોર લાગી જાય?

ચર્ચીત હહિકત પ્રમાણે નગર પાલીકા સેનીટેશન વિભાગ યાને શહેર સ્‍વચ્‍છતા સફાઇ અભિયાન અને વિભાગ પાલીકાનું マદય અને મુખ્‍ય અંગ ગણાય છે. તે વિભાગમાં અવારનવાર ઝાડુ, વ્‍હીલ બેરેલ ખરીદી ટોપલા ખરીદી ઉપરાંત સેનીટેશન વિભાગને આરોગયના રક્ષણ માટે ખરીદ કરવામાં આવતો માલ સામાન જંતુનાશક દવા તથા સફાઇના લગતા અન્‍ય સાધનો મેજરમેન્‍ટ જેવા કે કયુબીક (લંબાઇ-પહોળાળ-ઉંચાઇ)  વિગેરે ખરીદી મીટર લંબાઇ ડબબા અંદાજે ૩૦૦ કિલો વજનના જેમાં કચરો ઠાલવવાનો હોય તેની ખરીદી કઇ પાર્ટી પાસેથી ખરીદ કરેલ છે કઇ કઇ પાર્ટીના ટેન્‍ડર આવેલ કે જેમનું ટેન્‍ડર પાસ થયેલ તે પાર્ટી દ્વારા આ ટેન્‍ડર મેળવી રજુ કરવામાં આવેલ છે. મુળ માર્કેટ વેલ્‍યુ કેટલી?  નગર  પાલીકાએ શું કિંમત ચુકવી ત્રણસો કિલો આસપાસ વજન નેટવજન કેટલું? તેની સરકારી ઓડીટ કે નગર પાલીકાની ઇન્‍ટરલ ઓડીટ શાખા દ્વારા સરવે કરવામાં આવેલ છે? વિગેરે બાબત તેમજ છેલ્લા સાત વરસમાં છોટા હાથી દોસ્‍ત, લેલન્‍ડ ગાડી કચરો ભરવા માટેની છેલ્લા સાત વરસમાં કેટલા વ્‍હીકલ ખરીદ કરવામાં આવેલ છે તે બધાના ભાવનું સરવે કરવામાં આવેલ ? નગર પાલીકાના આર્થીક હિત માટે ઓફીસ સપોર્ટ ધ્‍યાને લીધેલ છે કે કેમ? તે પ્રશ્નો છે. 

(4:35 pm IST)