Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જામકલ્યાણપુરના ખીરસરામાં નકલી પોલીસ બની તોડ કરવા નીકળેલા બે યુવકો ઝડપાયા

નકલી પોલીસ બનેલા બંને યુવકોને કલ્યાણપુર પોલીસે દબોચી લીધા

દેવભૂમી દ્વારકાઃ દેવભૂમી દ્વારકા જિલ્લાના  જામકલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામમાં નકલી પોલીસ બનીને બે યુવકો તોડ કરવા નીકળ્યા હતા. જોકે, બાતમીના આધારે નકલી પોલીસ બનેલા બંને યુવકોને કલ્યાણપુર પોલીસે દબોચી લીધી હતી. અને પ્રાથમિક તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, બંને નકલી પોલીસ બની લોકો પાસેથી તોડ કરી રહ્યા હતા.

બંને યુવકો પૈકી એક યુવક જી.આર.ડી ભાણવડ ખાતે નોકરી કરતો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. કલ્યાણપુર પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.

(10:52 pm IST)