Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

લખતરના સાકર ગામે શાળામાં ઓરડાના અભાવે ખુલ્લામાં અને માતાજીના મંદિરના ઓટલા પર બેસી અભ્યાસ કરતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

વઢવાણ, તા.૨૯: લખતર તાલુકાના અંતરિયાળ ગામ સાકરમાં ૩૪૦૦ પુરુષ સ્ત્રી અને બાળકો વસવાટ કરે છે જયારે આ ગામના ૩૯૪ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સાકર ગામ માં આવેલ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરે છે આ શાળાનું મકાન ૨૦૦૧ ના ભૂકંપ માં જર્જરિત થયું હોય સરકાર દ્વારા બે નવા અને બે સિન્થેટિક રૂમો બનાવી આપવા માં આવ્યા હતા અને જર્જરિત શાળા નું મકાન આશરે એક વર્ષ પહેલા પાડી દેવાયું હતું અને સરકાર દ્વારા સિન્થેટિક રૂમો પણ કડનમ જાહેર કરી દેવાયા છે આ શાળા માં કુલ ૧ થી ૮ ધોરણ ના ૩૯૪ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે જેના કુલ ધોરણ અ અને બ વર્ગ થઈ ટોટલ ૧૩ વર્ગ છે સામે ફકત બે સારા અને બે કડનમ કરી દેવાયેલ ચાર વર્ગ છે અને શાળા ની મહેકમ પ્રમાણે કુલ ૧૩ શિક્ષક અને શિક્ષિકાઓ છે પરંતુ પૂરતી સંખ્યા માં રૂમો નહિ હોવાના કારણે ચાર સિવાયના વર્ગના વિદ્યાર્થીઓને રૂમ બહાર ખુલ્લા માં બેસી અભ્યાસ કરવાની ફરજ પડે છે ત્યારે શિયાળા ઉનાળા અને ચોમાસામાં વિદ્યાર્થી અને શિક્ષકો ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે ત્યારે ગામના લોકોને લાગી રહ્યુ છે કે સરકાર ના બેટી પઢાવો બેટી બચાવો સર્વ શિક્ષા અભિયાન ના નારા સાવ તથ્ય વિનાના છે

ત્યારે ગામ લોકોની માગણી છે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સાકર ગામમાં નવા શાળાના ઓરડા બનાવી અપાય અને ગામના વિદ્યાર્થી અને ખાસ વિદ્યાર્થીનીઓને પડતી સંડાસ બાથરૂમની તકલીફ દૂર કરાય તેવી માંગ ઉઠી છે.

(1:18 pm IST)