Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

વિસાવદરના માણંદીયામાંથી જુગાર રમતા પાંચ પકડાયા

વિસાવદર પોલીસે ૧,૪પ લાખનો મુદામાલ જપ્ત કર્યો

જુનાગઢ, તા., ર૯:  જૂનાગઢ રેન્જના આઈજીપી  સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘ દ્વારા દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા તથા પ્રોહીબિશન અને જુગારના બુટલેગરો ઉપર ખાસ વોચ રાખી, પ્રોહીબિશન જુગારના કેસો શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને  સૂચનાઓ કરવામાં આવેલ છે. જે જે અન્વયે પ્રોહીબિશન જુગારના કેસો શોધી કાઢવા રાખેલ ખાસ ઝુંબેશ અનુસંધાને  જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના ઇન્સ. એચ. વી. રાઠોડ, પો. સબ.ઈ.એસ.કે.માલમ તથા સ્ટાફના એ.એસ. આઇ. એ એસ. ચોવટ,પો.હેડ. કોન્સ. જે. પી. મેતા, પો.હેડ કોન્સ. એમ. જી. અખેડ તથા પો. કોન્સ. રણવીરસિંહ પો.કોન્સ. પુનાભાઈ તથા પો.કોન્સ. નિલેશભાઈ,તથા પો.કોન્સ્. વિપુલભાઇ, તથા પો.કોન્સ.અનીલભાઇ સહિતના માણસોની ટીમ દ્વારા ર્ંવિસાવદર તાલુકાના માણંદીયા ગામના ઈહેરી ધાર પાસે ની સિમ મા , વિસાવદર ટાઉન બીટ વિસ્તાર જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (૧)નં.૧ જેન્તીભાઇ કેશુભાઈ રીબડીયા,  ઉવ.૪૫, ધંધો. ખેતી, રહે. વિસાવદર, ગંજીવાડા તથા નં.૨ ઓસમાણભાઈ ઉર્ફે ઓસુ આમદભાઈ હમીરકા, ઉવ. ૪૪, ધંધો. મજુરી, રહે. વિસાવદર, જુની બજાર તથા નં. ૩ મુકેશભાઈ દિવેશ્વરભાઇ જાની ,  ઉવ. ૫૮, ધંધો. નોકરી, રહે. વિસાવદર, ગંજીવાડા તથા નં. ૪ ગફારભાઈ મહમદભાઈ સોઢા, ઉવ. ૩૬, ધંધો. મજુરી, રહે. વિસાવદર, હનુમાનપરા તથા નં. ૫ ભરતભાઈ મણીભાઈ રીબડીયા, ઉવ. ૪૯, ધંધો. ખેતી, રહે. વીસાવદર, ગંજીવાડા , વિસાવદર જી. જૂનાગઢ,તે એવી રીતે કે, નં. (૧) જેન્તીભાઇ કેશુભાઈ રીબડીયા, ઉવ.૪૫, ધંધો. ખેતી, રહે. વિસાવદર, ગંજીવાડા વાળાએ પોતાના કબ્જા હવાલાની વાડીના મકાને અનુ નં. ૨ થી ૫ ના શખ્સોને બહારથી બોલાવી ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવી પોતાના ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી ગંજીપતાના પાના નંગ – ૫૨ કિ.રૂ.૦૦/- તથા નાલના રૂ. ૧૭૦૦/- તથા પટમાંથી મળી આવેલ રોકડા રૂ. ૬૫૦૦/- મજકુર ઈસમો પાસેથી મળી આવેલ જુદા જુદા દરની ચલણી નોટો રૂપીયા ૮૯,૯૦૦/- મળી કુલ રોકડ રૂપીયા ૯૮,૧૦૦/- તથા મો.ફોન નંગ – ૫ કિ.રૂ. ૨૫૦૦/-, મો.સા. – ૩ કિ.રૂ. ૪૫,૦૦૦/- તથા પાથરણુ – ૧ કિ.રૂ. ૦૦/- મળી કુલ મુદામાલ રૂપીયા ૧,૪૫,૬૦૦/- ની સાથે મળી આવી પકડાઈ જઈ ગુનો કર્યા બાબત . એસ.કે.માલમ પો.સબ ઈન્સ. વિસાવદર પો.સ્ટે દ્વારા સરકાર તરફે ફરિયાદી બની ર્ંજુગાર ધારા મુજબ ગુન્હો નોંધાવેર્લં છે

આમ, વિસાવદર પોલીસ દ્વારા જુગાર રમતા ૦૫ આરોપીઓને રોકડ સહિત ૧,૪૫,૬૦૦/- મુદામાલ સાથે પકર્ડીં પાડી, પકડાયેલ આરોપીઓ વિરુદ્ઘ વિસાવદર પોલીસ સ્ટેશનના ઇન્સ. એચ. વી. રાઠોડ તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(1:15 pm IST)