Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ખંભાળીયાના મોવાણ ગામના વ્યકિતને લીફટ આપીને મોટરસાયકલ મોબાઇલ લઇને નાશી છૂટયો

ખંભાળીયા, તા. ર૯ : મોવાણ ગામે રહેતા ફરીયાદી ભીમશીભાઇ કરણાભાઇ સુવાને જામનગર રોડ પર જતા હતાં ત્યારે એક લાલ કલરના મો.સા. ચાલકે પોતાના મો.સા.માં બેસાડી લીફટ આપી હતી ત્યારે રસ્તામાં દાતા ગામ નજીક મો.સા.માં પાછળ બેસેલ ફરીયાદી ભીમશીભાઇના ખીસ્સામાંથી કાર્ડ ઉડી જતાં ઉભી રાખીને લેવા જતા પાછળના ખીસ્સામાંથી મો.સા. ચાલક મોબાઇલ વન પ્લસ કિંમત રૂ. ૩૯,૯૯૯નો ચોરી કરી નાશી ગયાની ફરીયાદ ભીમશીભાઇ સુવાએ ખંભાળીયા પોલીસમાં નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

માર માર્યો

દ્વારકા બિરલા પ્લોટમાં આવેલ મોબાઇલ ટાવરમાં નોકરી કરતા ફરીયાદી દીપક મણીભાઇ ચુડાસમાને મોબાઇલ ટાવર ચાલુ કરવા બાબતે માથાકુટ થતા આરોપી (૧) દેવીસંગભા ગુડલભા માણેક (ર) હિતેશ શુકલભા માણેક (૩) શિવુભા શુકલભા માણેક (૪) અજાભા રૂઘડભા માણેક આ તમામ ઇસમોએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપયાની ફરીયાદ દીપક ચુડાસમાએ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ફરજમાં રૂકાવટ

ઓખા નવાનગરી વિસ્તારમાં વીજ ચેકીંગમાં આવેલ વીજ ટીમને પોતાનું વીજ મીટર ચેક નહી કરવા માટે આરોપી (૧) રૂબીના અનવર કેર (રા અનવર કેર (૩) ફીરોજ નુરમામદ સીદી આ ત્રણેય લોકોએ વીજ કંપનીના અધિકારીની ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ વીજ અધિકારી મોહનીરા સંજયભાઇ સુરતીએ ઓખા પોલીસમાં નોંધાવાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર

વાડીનારમાં મોબાઇલ ફોન ઉપર વરલી મટકાનો જુગાર રમી રમાડતા આરોપી હુસેન સુલેમાન સંઘાર રોકડા રૂપિયા ૧૧૭૦ તથા મોબાઇલ ફોન પ હજાર કુલ મતા ૬૧૭૦ તથા જુગાર સાહિત્ય સાથે પકડાઇ આવેલ.

(1:12 pm IST)