Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જામકંડોરણા મુસ્લિમ સમાજના ભાઇઓ બહેનો ધર્મયાત્રાએ

જામકંડોરણા : વિશ્વના તમામ મુસ્લિમ આલમ માટે બગદાદ શરીફ-કરબલા શરીફ સહિતની સૌથી મોટી યાત્રા-જિયારત કરવા જવું તે તે તેમના જીવનની સૌથી મોટી તમન્ના હોય છે. જામકંડોરણાના સુન્ની મુસ્લિમ જમાતના આગેવાન હનીફબાપુ મચ્છીવાલા અને તેમની સાથે ગુલામમીયા અયુબમીયા ઠેબા, અસરફમીયા કાદરમીયા ઠેબા તેમજ તેમની સાથે બે મુસ્લિમ બહેનો બગદાદ શરીફ, કરબલા રીફ તથા નઝફ શરીફ સહિતના મુસ્લિમોના અતિ પાવન સ્થળોની બાર દિવસની યાત્રા (જિયારત) કરવા જતા તેમને પૂરા ધાર્મિક માન સન્માન સાથે દરબારગઢ ચોક સ્થળેથી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ભાઇઓ તથા બહેનોએ ફુલહાર પહેરાવી વિદાય આપવામાં આવી હતી. (તસ્વીરઃ મનસુખ બાલધા-જામકંડોરણા)

(11:52 am IST)