Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

જેતપુર સીટી કાઉન્સીલ દ્વારા ચોપડાનું વિતરણ

નવાગઢ : સીટી કાઉન્સીલ દ્વારા તાજેતરમાં ચોપડા વિતરણ હાથ ધરાયુ હતુ. સીટી કાઉન્સીલના સુકાની રજની દોંગા તથા તેની ટીમ દ્વારા તાજેતરમાં જરૂરીયાતમંદ છાત્રોને ચોપડા વિતરણ હાથ ધરાયુ હતુ. સંસ્થાના આ સેવાકીય અભિગમની શરૂઆત કરાવવા જેતપુર પંથકના વિધાયકને યુવામંત્રી જયેશ રાદડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાના જયંતીભાઇ રામોતીયા, પ્રવિણભાઇ ગજેરા, વસંતભાઇ પટેલ, રાજુભાઇ રૈયાણી, અરવિંદભાઇ વોરા, પ્રવિણભાઇ નંદાણીયા, રતીલાલ ખાચરીયા, દીનેશભાઇ માલવીયા સહિતના હાજર રહ્યા હતા. ચોપડા વિતરણની તસ્વીર.

(11:46 am IST)