Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

તાલાલાના જેપુરમાં વૃધ્ધાને દિપડાએ ફાડી ખાધા

રાત્રીના સીમ વિસ્તારમાં લઘુશંકા કરવા જતા ગળાના ભાગેથી દબોચી લેતા મોત

વેરાવળ તા.૨૯: ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામની સીમમા વૃધ્ધાને દિપડાએ ફાડી ખાતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જેપુર ગામની વાડી વિસ્તારમાં રાત્રીના ૧:૩૦ વાગ્યા આસપાસે હીરાબેન ગોસીયા ( ઉ.વ.૬૫) લઘુશંકા માટે બહાર નીકળ્યા હતા.

ત્યારે ઓચિંતાજ દિપડાએ વૃધ્ધાને ગળાના ભાગેથી જ દબોચી લેતા તેમનુ ઘટના સ્થળે મોત થયુ હતું.

મૃતદેહને પીએમ માટે તાલાલા સરકારી હોસ્પિટલમા ખસેડેલ છે.

આ બનાવની જાણ થતા વન વિભાગની ટીમ હોસ્પિટલે દોડી ગઇ હતી અને દિપડાને પાંજરામા કેદ કરવા જેપુર ગામની સીમમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે.

(11:42 am IST)