Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

કાલે વિજયભાઇ રૂપાણી ગોંડલમાં

મહારાજા ભગવતસિંહજી ટાઉન હોલ અને લાયબ્રેરીનું લોકાર્પણ

ગોંડલ તા. ર૯: ગોંડલમાં કાલે રવિવારે સવારે ૧૦ વાગ્યે મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ ખાતે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગોંડલ ખાતે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા નવનિર્મિત અદ્યતન ટાઉનહોલ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરશે. આ તકે તેઓ ગોંડલ ખાતે તૈયાર કરાયેલ સાયન્સ કમ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું પણ તકતી અનાવરણ કરી લોકાર્પણ કરશે.

ગોંડલ ખાતે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા રૂ. પર૯.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત અદ્યતન ટાઉનહોલ અને લાયબ્રેરીમાં ટાઉન હોલ ખાતે પ૪૪ સીટો અને પ્રોજેકટર સ્ક્રીન, સેન્ટ્રલ એ.સી., ફાયર સેફટી, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટ સિસ્ટમ, પાર્કિંગ, તેમજ લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં મીટીંગ, સેમીનાર, સામાજીક પ્રસંગો તથા મનોરંજથન માટે અને મ્યુઝિક ઓરકેસ્ટ્રા, નાટકનું આયોજન થઇ શકે તેવો સૌરાષ્ટ્ર-કચ્છના તાલુકા લેવલે અગ્રિમ સ્થાન ધરાવતો અતિ આધુનિક ટાઉનહોલ છે.

જયારે રૂ. ૩૦૪.૭૮ લાખના ખર્ચે તૈયાર થયેલ સાયનસ કમ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફલોરમાં પાર્કિંગ તથા ફર્સ્ટ ફલોર પર બાળકોને વિજ્ઞાન, ખગોળ ટેકનોલોજી અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે જરૂરી મોડલોનું પ્રવધાન કરાવવા માટે જુદા જુદા જીઓલોજી, ફિઝીકસ, મેથેમેટીકસ, લઇઓર્ગેનિક કેમેસ્ટ્રીને લગતા મોડેઢલો મુકવા માટે રૂમો બનાવેલ છે. આજ ફલોર પર બાળકોને વિજ્ઞાન તથા ટેકનોલોજીનું જ્ઞાન મળી રહે તે માટે ૬પ સીટોની કેપેસીટી ધરાવતું અતી આધુનિક ઓડીયો વીડીયો પ્રોજેકટર ધરાવતું ઓડીટોરીયમ ઉપલબ્ધ છે. સેકન્ડ ફલોર પર ભવિષ્યમાં ઇન્ડોર ગેમ્સ જેવી કે બીડમીન્ટન કોર્ટ, ટેબલ ટેનીસ, કેરમ, ચેસ, સ્નુકર વગેરે રમતો તથા જીમનું પ્રાવધાન કરી શકાશે.

(11:41 am IST)