Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

આર્મી મેજર પાકિસ્તાની યુવતીની હની ટ્રેપમાં ફસાયા અને એ કનેકશનમાં કચ્છ સુધી તાર પહોંચ્યા

પાક સાથે કનેકશન ધરાવનાર બે કચ્છી યુવકોને યુપી અને ગુજરાત એટીએસએ પૂછપરછ પછી છોડી મુકયા

ભુજ તા.૨૯: બે દિવસ પહેલા યુવી અને ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા કચ્છના બે યુવકો સલીમ ઇશાક હિંગોરજા તેમ જ કલ્પેશ જનક પલણને બે દિવસની પુછપરછ કરીને છોડી મુકયા છે. જોકે, આ આખાયે કિસ્સામાં યુપી એટીએસએ ભારતીય આર્મી મેજરને હની ટ્રેપમાં ફસાયેલા ઝડપ્યા હતા. જેમાં પાકિસ્તાની સુંદરીએ ભારતીય આર્મી મેજરને કચ્છના સલીમ ઇશાક હિંગોરજાના સરનામે મોબાઇલ મોકલવા કહ્યું હતું. આમ, કચ્છ કનેકશન નીકળતા યુપી એટીએસ કચ્છ પહોંચી હતી. કચ્છમાં તેમણે ગુજરાત એટીએસની મદદથી ભુજ એસઓજીની મદદ લઇને સલીમને નલિયા પાસેથી ઝડપ્યો હતો. સલીમના પરિવારજનો પાકિસ્તાન રહે છે. સલીમ જે મોબાઇલ વાપરતો અને પાકિસ્તાન વાત કરતો હતો તે મોબાઇલ ફોનનું સીમ કાર્ડ કલ્પેશનના નામનું હતું. એટલે બન્નેને પકડ્યા હતા. પણ બન્નેની પુછપરછ બાદ અત્યારે તેમને છોડી દેવાયા છે.

(11:37 am IST)