Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ભાવનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

ભાવનગર, તા., ર૯: શહેરના બોર તળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા જયેન્દ્રગીરી હિંમંતગીરી ગોસ્વામી, જાહીદ યુનુસભાઇ શેખ, પંકજ લક્ષ્મણભાઇ ગોસ્વામી અને દાનાભાઇ ભાકાભાઇ મકવાણાને રોકડા રૂ. ૧૧૯૬૦ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ ડી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

એલસીબી પોલીસે પેેટ્રોલીંગ દરમ્યાન શહેરના કુંભારવાડા સર્કલ નજીકથી પસાર થઇ રહેલ ઇકો કાર નં. જીજે ૪ એ એન ૬૮૭રને શંકાના આધારે અટકાવી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની ૧૦૮  બોટલ કિંમત રૂ. ૩ર૪૦૦ અને કાર મળી કુલ રૂ. ર૩ર૪૦૦ની મતા કબજે કરી હતી. જયારે કારમાં બેઠેલા રસુલ ઉંમરભાઇશા અને મોહસીન અનવરભાઇ નામના બે શખ્સો નાસી છુટયા હતા. પોલીસે ગુન્હો નોંધી નાસી છુટેલા બન્ને શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

(11:31 am IST)