Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

માળીયા મિંયાણાના સુલતાનપુર ગામે ગાળો બોલવા પ્રશ્ને છરી-ધોકા અને પાઇપ ઉડ્યા

બંને જીપો દ્વારા પોલીસમાં સામસામી ફરીયાદો : ૪ થી વધુ વ્યકિતઓને ઇજા

મોરબી, તા. ર૯ : માળિયા તાલુકાના સુલતાનપુર ગામે બે જૂથ વચ્ચે ગાળો આપવા બબાતે બોલાચાલી થઇ હતી અને બાદમાં જે બબાતનો ખાર રાખીને બંને પક્ષ વચ્ચે ધોકા છરી અને પાઈપ જેવા હથીયાર વડે મારામારી થઇ હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે.

માળિયા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા લાલજીભાઈ લાભુભાઈ કોળીએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સુનીલ હકાભાઇ, અનીલ ચંદુભાઈ, વિનોદ ચંદુભાઈ અને રાજેશ ચંદુભાઈ અવારનવાર ગાળો આપતા હોય જેથી ફરિયાદી લાલજીભાઈ કોળીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ એક સંપ કરી ફરિયાદી લાલજી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સુનીલ હકાભાઇએ છરી વડે પડખામાં ધા મારી આરોપીઓ સુનીલ હકાભાઇ,અનીલ ચંદુભાઈ, વિનોદ ચંદુભાઈ અને રાજેશ ચંદુભાઈએ ધોકા વતી ફરિયાદી તથા સાહેદોને માર મારી હોવાની ફરિયાદ નોંધાવી છે

તો સામાપક્ષે વિનોદભાઈ ચંદુભાઈ દેગામાંએ ફરિયાદ નોંધાવી છે કે તેના કાકાના દીકરા અનીલને આરોપી અનીલ હકાભાઇ કોળી ગાળો હોય જે ફરિયાદી વિનોદભાઈએ નાં પાડતા જે બાબતનો ખાર રાખી આરોપી લાલજીભાઈ લાભુભાઈ, નવદ્યણભાઈ ગિરધરભાઈ, અનીલ હકાભાઇ અને સુનીલ વિનોદભાઈએ એક સંપ કરીને ફરિયાદી વિનોદભાઈ દેગામાં અને સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સાહેદ સાગર ભરતભાઈ કોળીને પાઈપથી મથકમાં માર મારી તથા આરોપી ધોકા અને ટોમી વતી ફરી તથા સાહેદને માર મારી હોવાની ફરિયાદ નોંધાવી છે

તો માળિયા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોધી વધુ તપાસ પી.એસ.આઈ. જે.ડી.ઝાલા ચલાવી રહ્યા છે.

(11:28 am IST)