Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બોટાદ જીલ્લા પંચાયતના ભાજપના કારોબારી ચેરમેન સી બી ખભાળીયા રૂ. ૮૦ હજારની લાંચ લેતા ઝડપાયા

બોટાદ-ભાવનગર, તા., ર૯: બોટાદ જીલ્લા પંચાયતના ભાજપના કારોબારી ચેરમેન સી બી ખભાળીયા રૂપીયા ૮૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ ચિંતન ચેરીટેબલ ટ્રસ્‍ટની જમીન બીન ખેતી કરવા માટે બોટાદ જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સી બી ખભાળીયા અને અન્‍ય એક સદસ્‍ય ઇશ્વરભાઇ ભરાડીયાએ રૂ. ૧.૮૦ લાખની લાંચ માંગી હતી.

જે મુદ્દે બોટાદ એસીબીને ચિંતન ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ફરીયાદ કરવામાં આવતા છટકુ ગોઠવવામાં આવ્‍યું હતું. જેમાં કારોબારી ચેરમેન સી બી ખભાળીયા રૂ. ૮૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

સી બી ખભાળીયા વિધાનસભાની ચુટણી સમયે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ સાથે જોડાયા હતા.

(4:48 pm IST)