Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સૌરાષ્ટ્ર ઝોનની કબડી સ્પર્ધામાં ડુમિયાણી બીઆરએસ કોલેજની ટીમ ચેમ્પીયનઃ એક લાખનું રોકડ પુરષ્કાર આગામી સમયમાં સ્ટેટ લેવલનું પ્રતિનીધીત્વ કરશે

સૌરાષ્ટ્ર ઝોનની વિવિધ કોલેજોના કબડી ખેલાડીઓ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ડોર હોલમાં કબડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ જેમાં ડુમિયાણીની બીઆરએસ કોલેજ ચેમ્પીયન બની હતી પ્રથમ વખત મેટ ઉપર રમાડવામાં આવેલી આ ટુર્નામેન્ટમાં ડુમિયાણી કોલેજના ૫૧-૪૫ થી ભાવનગરની ટીમ સામે વિજય થયેલ હતો હવે વિજેતા ટીમ આગામી સમયમાં સ્ટેટ લેવલની ઝોન ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ઝોનનું પ્રતિનીધીત્વ કરશે યુનિવર્સીટી દ્વારા ડુમિયાણીની બીઆરએસ કોલેજ ટીમ ચેમ્પીયન થતાં તેમને એક લાખનું રોકડ પુરસ્કાર મળેલ હતુ આ તમામ વિજેતાઓને ડુમિયાણી વ્રજભુમી આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી અને પુર્વ શિક્ષણમંત્રી બળવંતભાઇ મણવરે અભિનંદન પાઠવ્યા હતા.

(11:33 am IST)