Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ખંભાળીયા તા.પં. પ્રમુખપદે જયશ્રીબેન મંડવિયા તથા ઉપપ્રમુખપદે વિજયાબા એ ચાર્જ સંભાળ્‍યો

ખંભાળીયા તા. ૨૯: તાલુકા પંચાયત પ્રમુખ તરીકે શ્રીમતિ જયશ્રીબેન મંડવિયા તથા ઉપપ્રમુખ તરીક વિજયાબા જાડેજા વિજેતા થતાં તેમણે તા. પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ તરીકે વિધિસર ચાર્જ સંભાળ્‍યો હતો.

તાલુકા પંચાયતના પ્રમુખ જયશ્રીબેન મંડવિયાના પતિ કિશોરભાઇ મંડવિયા હર્ષદપુરના આગેવાન છે. તથા વિજયાબા જાડેજાના પતિ ઘેલુભા જાડેજા અગાઉ કુબેર વિસોત્રીના સરપંચ તથા રાજકીય આગેવાન છે. બન્ને તથા ભાજપના જિલ્લા પ્રમુખ કાળુભાઇ ચાવડા, મહામંત્રી દિનેશભાઇ દત્તાણી, અગ્રણીઓ સી.આર.જાડેજા, મયુરભાઇ ગઢવી, હરિભાઇ વાલજી નકુમ, મુળુભાઇ બેરા, પી.એમ. ગઢવી, પૂર્વ તા.પં. પ્રમુખશ્રી મશરીભાઇ નંદાણીયા, હિતેશભાઇ પિંડારિયા, તા.પં. સદસ્‍ય રવજીભાઇ ખીમાભાઇ નકુમ વિ.એ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

તા.પં. પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા ચાર્જ સંભાળવાની સાથે તાલુકામાં વિકાસ કાર્યો કરવા માટે તથા તાલુકાના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્‍નો હાથ ધરાયા હતા તથા અગાઉના તા. પં. પ્રમુખ મશરીભાઇ નંદાણિયાના સમયમાં જે રીતે વિકાસકાર્યો થયા હતા તેવી  રીતે વિકાસકાર્યોનો દોર સતત ચાલુ રહે તેવા પ્રયાસો કરવા જણાવ્‍યું હતું.

(10:09 am IST)
  • ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ આજે પીસી મહાલનોબિસ જયંતીની 125મી વર્ષગાઠ અને સ્ટેટિસ્ટિક્સ ડેએ તેમના સન્માનના ભાગરૂપે રૂપિયા 125નો સિક્કો જાહેર કરશે. આ ઉપરાંત આજે રૂપિયા પાંચના પણ નવા સિક્કા જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, મહાલનોબિસ જયંતીને સ્ટેટિસ્ટિક્સ ડે તરીકે મનાવવામાં આવે છે. કારણ કે ભારતીય સ્ટેટિસ્ટિક્સ સંસ્થાની સ્થાપના મહાલનોબિસે 1931માં કરી હતી. access_time 1:39 pm IST

  • જગન્નાથની રથયાત્રા પુર્વે નરોડા કેનાલ નજીક હથિયારો સાથે ૨ની ઘરપકડ : અમદાવાદ રથયાત્રા પુર્વ નરોડા કેનાલ નજીકથી હથિયારો સાથે ૮ પૈકી ૨ લોકોની ઘડપકડઃ ક્રાઇમ બ્રાન્ચે ૬ પિસ્તલ, ૨ રીવોલ્વર, ૪ મેગેઝીન, ૧૦૧ કાર્ટિસ જપ્ત કર્યા access_time 4:08 pm IST

  • જમીન ધસી પડતા મનાલી-લેહ હાઇવે બંધઃ અનેક સહેલાણીઓ ફસાયા access_time 4:00 pm IST