Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભાવનગરના તળાજા, અલંગ, મહુવા અને ઢસામાં વરસાદ: ભુજ અને ખાવડા પંથકમાં મેઘો મંડાયો

સોરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા બાદ અન્ય જિલ્લામાં પણ પધરામણી કરી છે ભાવનગર જિલ્લાના ઢસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. બજારો તેમજ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે.જામનગર જિલ્લાના જામખંભાળીયામાં પણ ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાનું  આગમન રહેતા ગરમીથી રાહત અનુભવવામાં આવી છે. ભાવનગરના તળાજા, અલંગ, મહુવામાં ધીમી દારે વરસાદ વરસ્યો હતો.

   દરમિયાન કચ્છમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. કચ્છના મુન્દ્રા બાદ ભુજના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે. ભુજના માધાપર સહિત સમગ્ર કચ્છમાં વરસાદ નોંધાયો છે. કચ્છના ખાવડા પંથકમાં સારો વરસાદ પડ્યો છે. ભીરંડીયારા અને હોડકો ગામમાં વધારે વરસાદ નોંધાયો હતો. સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલથી ઠંડક પ્રસરી ગઈ છે.

(9:30 pm IST)