Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

સરદારધામ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર માટે રૂ. 51 લાખનું દાન.

સરદારધામ આયોજીત GPBS-24 અમદાવાદ ખાતે પ્રમોશન કાર્યક્રમ-૧૦નું આયોજન

મોરબી : સરદારધામ આયોજીત GPBS-24 અમદાવાદ ખાતે પ્રમોશન કાર્યક્રમ-૧૦નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર-૧ માટે રૂ. ૫૧ લાખનું દાન મળ્યું હતું.

સરદારધામ આયોજીત GPBS-24 અમદાવાદ ખાતે પ્રમોશન કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર-૧ માટે રૂ. ૫૧ લાખનું તુલસીપત્ર મુકીને દાન કરી ગૌરવવંતા નામકરણ દાતા તરીકે જોડાયા હતા.આ કાર્યક્રમમાં નટુભાઇ પટેલ-મેઘમણી ગૃપ (ભવનદાતા), એડવાઇઝર ભાઇલાલભાઇ પટેલ-દીલ્હી (મહાભુમિદાતા), એડવાઇઝર જશવંતભાઇ પટેલ (સિવિલ સર્વિસ નામકરણ દાતા), ફેઝ-2 ભવન ઉદ્દધાટક ગોવિંદભાઇ વરમોરા-સનહાર્ટ ગૃપ, પ્રમુખસેવક ગગજી સુતરિયા સહીતના મહેમાનો હાજર રહ્યા હતા. આ કાર્ય બદલ સરદારધામ ટીમ તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ વતી તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા.

 

(11:49 pm IST)