Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

વીંછિયાના ગુંદાળા ગામે સિપાહી લગ્નોત્‍સવ-લોકડાયરો

 મુસ્‍લિમો માં બહાદુર,પ્રમાણિક અને ઈમાનદાર ગણાતી સિપાહી કોમ સદીઓથી રાજા રજવાડાઓ માં વંશપરંપરાગત સિપાહી તરીકેની જવાબદારીઓ નિભાવતી આવી છે.ગુંદાળા ખાતે રહેતા સિપાહી રાઠોડ પરિવાર ના યુનુસભાઈ પીરૂભાઈ ના દિકરા સુલતાન ના શાદી મુબારક -સંગે શૌર્ય અને ખમીર ના ગીતો,વાતો અને લગ્નગીતો  નો લોકડાયરો યોજાયો હતો.સૌરાષ્‍ટ્રના પ્રખ્‍યાત સાહિત્‍યકાર ઉદયભાઈ ધાધલ, નરેશદાન ગઢવી,ભીખાભાઈ વાઘેલા,દક્ષાબેન વ્‍યાસ,અને પાર્થભાઈ ગઢવી એ સિપાહી કોમની શૂરવીરતા અને ઈમાનદારી ના ઇતિહાસને ઉજાગર કરી લગ્ન ગીતો ની રમઝટ બોલાવી હતી.ગામમાં વર્ષોથી હળીમળીને રહેતા આ સિપાહી કુટુંબના પ્રસંગ માં  આજુબાજુના ગામે ગામથી અઢારેય વર્ણ ના લોકો હરખભેર આવ્‍યા હતા.અખિલ ગુજરાત સિપાહી સમાજના પ્રવક્‍તા જનાબ રૂસ્‍તમ ભાઈ રાઠોડ ના આમંત્રણ ને માન આપીને AGSS ના પ્રમુખ જનાબ રશીદ ભાઈ કાઝી,મહામંત્રી જનાબ હનીફ ભાઈ ખોખર,સુરત જિલ્લા સિપાહી સમાજના પ્રમુખ અને દાતા એવા જનાબ રૂસ્‍તમભાઈ ડોડીયા, AGSS ખજાનચી જનાબ સુહૈલ ભાઈ સિદ્દીકી,રાજકોટ જિલ્લા સિપાહી સમાજ માથી પ્રમુખ મહેબૂબભાઈ મલેક,ફારુકખાન પઠાણ,શબ્‍બીર ભાઈ કુરેશી,મુસ્‍તાકભાઈ બેલીમ તેમજ સુરત જિલ્લા સિપાહી સમાજ માથી સિકંદરભાઈ સોલંકી,હનીફભાઈ ચૌહાણ,આરીફભાઈ ડોડીયા અને મહેબૂબભાઈ રાઠોડ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગ માં સિપાહી સમાજના આગેવાનો દ્વારા સમાજના વિકાસ અને ઉત્‍થાન માટે એક અગત્‍યની મીટિંગ યોજાઈ હતી જેમાં અરસપરસ વિચાર વિમર્શ કરવામાં આવ્‍યા હતા.

(2:16 pm IST)