Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

જામનગરમાં વિરોધી સાથે ફરવાની ના પાડતા બઘડાટી : સામસામી ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૯ : અહીં સીટી-એ પોલીસ સ્‍ટેશનમાં આફતાબભાઈ મહમદહુશેનભાઈ મકવાણા, ઉ.વ.ર૩, રે. વાઘેરવાડો, બચુનગર, વાઘેર જમાતખાના પાછળ એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર કસાઈ માલધારી હોટલ પાસે ફરીયાદી આફતાબભાઈ ને આરોપી ઈસ્‍તીયાક નાએ કહેલ કે તું અમારા વિરોધી ભેગો કેમ ફરે છે તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી પોતાની પાસેની છરી વડે ફરીયાદી આફતાબભાઈને શરીરે જમણી બાજુ પડખાના ભાગે છરી વડે ઉઝરડો કરી તથા આરોપી જુનેદ ઉર્ફે જુનીયો એ ફરીયાદી આફતાબભાઈને પકડી રાખતા આરોપી સુફીયાન એ ઝાપટો મારી ઝપાઝપી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

અહીં સીટી-એ પોલીસ સ્‍ટેશનમાં ઈસ્‍તીયાક યુનુશભાઈ કુરેશી, ઉ.વ.૩૪, રે. પટણીવાડ, મટકીફળી, વાણંદની દુકાનની શરીમાં એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર કસાઈ માલધારી હોટલ પાસે ફરીયાદી ઈસ્‍તીયાક એ આરોપી આફતાબ મહમદહુશેનભાઈ મકવાણાને સમજાવતા હતા કે તું અમારા વિરોધી ભેગો ના ફરતો આ દરમ્‍યાન તેમની વચ્‍ચે બોલાચાલી થતા આરોપી આફતાબએ ગાળ આપતા પોતાની પાસેની છરી કાઢતા ફરીયાદી ઈસ્‍તીયાક ને આરોપી આફતાબના મીત્રોએ પકડી રાખી આરોપી સીદીક એ ફરીયાદી ઈસ્‍તીયાકને ઝાપટ મારી તથા આરોપી અવેશ એ લાત વડે મુંઢ માર મારી ઝપાઝપી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

પૈસા માંગતા પતિએ

પત્‍નીને લમધારી

શેઠવડાળા પોલીસ સ્‍ટેશનમાં શાંતિબેન કારાભાઈ જીણાભાઈ સોંદરવા, ઉ.વ.૩૦, રે. ભુપત આંબરડી નવી નિશાળ પાસે વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી શાંતિબેન આરોપી પતિ કારાભાઈ જીણાભાઈ સોંદરવા પાસે ઘરવપરાશ માટે પૈસા માંગતા બંન્‍ને વચ્‍ચે બોલાચાલી તથા ઝઘડો થતા આરોપી કારાભાઈ એકદમ ઉશ્‍કેરાઈ જઈ ગાલમા તથા મોઢા પર તમાચા મારી અને હથોડી ઉગામતા હથોડી રોકવા જતા ફરીયાદી શાંતિબેનના જમણા હાથના કાડા પર મુંઢઈજા કરી ફરીયાદી શાંતિબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

લાલવાડી પાસે દારૂના ર ચપટા સાથે બે ઝડપાયા : એક ફરાર

અહીં સીટી-એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ખોડુભા કનુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હાપા રોડ, લાલવાડી, સ્‍કુલ પાસે આરોપી નીલેશભાઈ હીરાભાઈ જાટીયા, હિતેષભાઈ તુલસીભાઈ ગુલાણી એ પોતાના કબ્‍જા ભોગવટાની હિરો સ્‍પેલન્‍ડર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦.એફ.-પ૦૯૦ માં ગેરકાદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂના ચપટા નંગ-ર, કિંમત રૂ.ર૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ પુરો પાડનાર આરોપી ફૈઝલભાઈ  પીઠડીયા ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી-એ પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. શૈલેષભાઈ કાંતીલાલ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્‍વીજય પ્‍લોટ-પ૮ હરીઓમ પાનવાળી ગલીમાં આરોપી રાજેશ રમેશભાઈ ભદ્રા એ પોતાના કબજામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.રપ૦ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

બીયરના ૪૪ ટીન

સાથે બે ઝડપાયા

અહીં સીટી-સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મહાદેવનગર, યાદવનગર, શેરી નં.ર પાસે આરોપી મોહીતભાઈ કિશોરભાઈ આંબલીયા, મેહુલભાઈ કરણભાઈ ખોડભાયા એ  ગેરકાદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂના બીયરની ટીન નંગ-૪૪, કિંમત રૂ.૮૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

(2:06 pm IST)