Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

જૂનાગઢમાં નશામાં ધુત પતિએ પત્‍ની અને માતાને મારમાર્યો

જૂનાગઢ,તા. ૨૯ : જૂનાગઢમાં નશામાં ધુત પતિએ પત્‍ની અને પોતાની જનેતાને માર માર્યો હોવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

જૂનાગઢમાં નરસિંહ મહેતાના ચોરા પાસે રહેતો યાસીત ઉર્ફે અનીસ સોરડીયા સવાર સવારના દારૂ પીને નશામાં ઘરે પહોંચ્‍યો હતો.

નશામાં ચકચુર પાસીને તેની પત્‍ની સુનેરાબેન (ઉ.વ.૩૫)ને વગર વાંકે ઢીકાપાટુનો માર માર્યો હતો. આ દરમ્‍યાન પુત્રવધુને બચવવા વચ્‍ચે પડેલા સાસુને પણ યાસીને મારમારીને મુંઢ ઇજા કરી હતી.

આ મહિલાએ ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

(2:02 pm IST)