Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

જસદણ : અથાણાની રાજા પૂરી કેરીની મબલખ આવક

જસદણની બજારોમાં અથાણા માટેની રાજાપુરી કેરીની મબલખ આવક થતા બજારોમાં કેરી ખરીદવા લોકોનો ઘસારો જોવા મળશે.

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૨૯ : અથાણા માટે વિખ્યાત રાજાપુરી કેરીની જસદણની બજારોમાં ભરપુર આવક થઇ રહી છે.

અગાઉ સંયુકત રહેતા પરિવારો બારેમાસ ચાલે તેટલા પ્રમાણમાં ગોળકેરી, ખાટીકેરી, મેથી સહિતના જૂદા જૂદા બારમાસી અથાણા નાખતા હતા. જો કે હવે મોટા ભાગના પરિવારો દ્વારા અથાણા નાખવાની જૂની પરંપરા લુપ્ત થતી જાય છે.

આમ છતા જસદણમાં હજુ પણ કેટલાક પરિવારો રાજાપુરી કેરીનો ચટાકો બારેમાસ માણવા માટે ઘરે કેરીના અથાણા બનાવે છે.

(11:43 am IST)