Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જસદણઃ ધોમ ધખતા તાપમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન

જસદણ તા. ર૯: જસદણની બેન્ક ઓફ બરોડા શાખામાં લેતી દેતી માટે આવતા લોકોએ કુંડાળામાં બુટ ચંપલ રાખીને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરે છે. હાલ કોરોના કહેર વચ્ચે લોકો સરકારી યોજના, ધીરાણ, બેન્કનો દાખલો કે નાણાની લેતી દેતી કરવા માટે મોટા પ્રમાણમાં આવે છે અને કુંડાળામાં લાઇનસર ઉભા રહીને પોતાનો વારો કયારે આવે છે તેની રાહ જોઇ જોઇને થાકી જતા એક બાજુ ઉનાળાનો આકરો તાપ વચ્ચે લોકોએ બેન્ક ઓફ બરોડાની શાખાએ દોરેલા કુંડાળામાં બુટ ચપ્પલ રાખીને લોકો સાઇડમાં છાંયડે ઓટલા ઉપર બેસીને પણ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કર્યું હતું અને પોતાના વારા પ્રમાણે ચપ્પલ આગળ આગળ ખસેડીને ગરમીથી બચવા તથા ઉભા રહીને થાક ન લાગે તેવા પ્રયાસ કર્યા હતા

(11:36 am IST)