Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જેતપુરના રેશમડી ગાલોલમાં મહિલાને કોરોના પોઝિટિવ

મહામારી કયાંથી વળગી? તે અંગે તપાસ : તાલુકામાં ત્રીજો કેસ નોંધાતા ચિંતા

જેતપુર તા. ર૯ : જેતપુર તાલુેકાના રેશમડી ગાલોલ ગામે૩૮ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય ટીમે કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની એન્ટ્રી થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ચોથા લોકડાઉનમાં જેતપુર કોરોના સામે હારી જતા તાલુકાના રેશમડી ગાલોળ ગામે મહિલાને કોરોના પોઝિટિવ આવતા ત્રીજો કેસ નોંધાયો આરોગ્ય ટીમે વિસ્તારને સેનેટાઇઝ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના દેશાઇવાડી વિસ્તારમાંં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયેલ જે યુવાનનુ અમદાવાદ ખાતે મોત નિપજેલ બાદ થોડા દિવસો પહેલા જ વાડી વિસ્તારમાં ખેત મજુરી કરતા પર પ્રાંતિય યુવાનને પોઝિટિવ રીપોર્ટ આવેલ બાદ આજરોજ તાલુકાના રેશમડી ગામે રહેતા કુસુમબેન કલ્પેશભાઇ વઘાસીયાનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા ટી.ડી.ઓ તેમજ તાલુકા આરોગ્યની ટીમ રેશમડી ગાલોળ ગામે પહોંચી મહીલાની ટ્રાવેલીંગ હીસ્ટ્રી મેળવેલ જેમાં મહિલા કે તેના પરિવારના કોઇ બહારગામ ગયેલ નથી કુસુમબેને થોડા દિવસો પહેલા સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ હતા. કોરોના પોઝિટિવ કયા કારણોથી થયેલ તે અંગે વિગત મેળવી રહ્યા  છે. આરોગ્યની ટીમ દ્વારા આ વિસ્તારને સેનેટાઇઝ કરી લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.

આ અંગે વધુ માહિતી આપતા ડે.કલેકટર રાજેષ આલે જણાવેલ કે પોઝિટિવ આવેલ મહિલા કોઇ ટ્રાવેલીંગ હીસ્ટ્રી નથી આ વિસ્તારમાં અન્ય એક પરિવારમાં અમદાવાદ નીકોલથી આવેલ તેને કોરોન્ટાઇન કરેલ તેની સાથે વ્યવહાર હોય તેના દ્વારા ફેલાયો છે કેકેમ તે અંગે આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરે છે. મહિલાને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવારમાં તેમજ તેના પતી-પુત્ર સાસુ-સસરા ચારને ગોંડલ ખાતે સુરજ મુછાળાનો પોલીટેકનીકલ કેમ્પસ ખાતે કોરોન્ટાઇન કરેલ છે. વિસ્તારમાં આવેલ ૧૦ જેટલા ઘરોને કોરોન્ટાઇન કરવાની કાર્યવાહી ચાલુ છે.

(11:25 am IST)