Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ટંકારામાં કોરોના પોઝીટીવ કેસ આવ્યા બાદ જયનગર-સાવડી ગામ બફર ઝોન જાહેર

બંને ગામના ૧૭૮૮ ની વસ્તીને આવરી લેવાઈ

મોરબી જીલ્લામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ દર્દીના ગામમાં આરોગ્ય તંત્ર પહોંચ્યું હતું અને જયનગર ગામમાં કન્ટેનમેન્ટ ઝોન ઉપરાંત બફર ઝોન જાહેર કરીને બફર ઝોનમાં ૧૭૮૮ ની વસ્તીને આવરી લેવાઈ છે 

અમદાવાદથી ટંકારાના જયનગર ગામે આવેલ યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ દર્દીને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે જયારે પોઝીટીવ આવેલા દર્દીના નિવાસસ્થાને જયનગર ગામની શેરી નં ૨ અને 3 ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને ૧૦ ઘરના ૫૭ લોકો હોમ કોરોનટાઈન કરાયા છે

તે ઉપરાંત જયનગર ગામની શેરી નં ૨ અને 3 સિવાયના તમામ વિસ્તારના કુલ ૫૨ ઘર અને જયનગરના 3 કિમી વિસ્તારમાં આવેલ સાવડી ગામના કુલ ઘર ૩૦૮ સહીત કુલ ૩૬૦ ઘરોને બફર ઝોનમાં સમાવ્યા છે અને આ બંને ગામની મળીને ૧૭૮૮ ની વસ્તીને બફર ઝોનમાં આવરી લેવાઈ છે જયારે મોરબીમાં આજે રૂટિંગ સ્ક્રીનીંગ હેઠળ કુલ ૫૫ સેમ્પલ લેવામાં આવ્યા છે જેના રીપોર્ટ શુક્રવારે સાંજ સુધીમાં આવી જશે

(8:39 am IST)