Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કચ્છના દરિયામાં જોવા મળ્યો કરંટ:છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો : ભારે પવન અને રેતીનું સામ્રાજ્ય

અરબ સાગરમાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ના કારણે કચ્છ માં હવામાન માં છેલ્લા 2 દિવસ થી પરિવર્તન આવ્યું છે કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસ થી કચ્છમાં ભારે પવન અને રેતી નું  સામ્રાજ્ય છવાઈ ગયું છે
કચ્છ ના દરિયાઈ કાંઠા વિસ્તારમાં પણ આની અસર  જોવા મળી હતી  આજે કચ્છ નો દરિયો તોફાની બન્યો હતો અને તેમાં ભારે "કરંટ" જોવા મળ્યો હતો

(9:49 pm IST)
  • રાત્રે આણંદના તારાપુર પંથકમાં કમોસમી વરસાદ:વરસાદ આવતા ગરમીથી લોકોને રાહત access_time 10:21 pm IST

  • વલસાડની જીઆઈડીસીની લ્યુમિસેન્સ કંપનીના ૧૫૦ કામદારો હડતાલ ઉપર ઉતરી ગયા : વલસાડના ગુંદલાવ જીઆઈડીસીની લ્યુમિસેન્સ કંપનીના ૧૫૦ જેટલા કામદારો બે મહિનાની પગાર વધારાની માંગણી સાથે કંપનીની બહાર હડતાલ ઉપર ઉતરી ગયાઃ હાલમાં પગાર વધારો શકય ન હોવાનું જણાવી ઘરભેગા થઈ જવાનું કહી દેવાતા કામદારોની હાલત કફોડીઃ કંપનીમાં મહિલા કામદારો વધુ હોવાનું જાણવા મળે છે access_time 3:00 pm IST

  • ભારતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો : કેસની સંખ્યામાં ઝડપી ઉછાળો : છેલ્લા 24 કલાકમાં 7258 કેસ વધ્યા : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 1,65,386 કેસ નોંધાયા : 89,744 એક્ટિવ કેસ : 70,920 દર્દીઓ રિકવર થયા :વધુ 176 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 4711 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2598 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 59,546 થઇ : તામિલનાડુમાં નવા 827 કેસ :દિલ્હીમાં 1024 નવા કેસ નોંધાયા access_time 1:05 am IST