Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

મોરબીની રણછોડનગરની મહિલાઓ રણચંડી બની :પાણી પ્રશ્ને પાલિકા કચેરીએ હોબાળો

છેલ્લા ત્રણેક માસથી પાણીની સમસ્યા;અનેક રજૂઆત છતાં પરિણામ નહીં આવતા હંગામો

 

મોરબી પાલિકા કચેરીએ મહિલાઓના ટોળા અને હંગામાના દ્રશ્યો લગભગ સામાન્ય બની રહ્યા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે ટોળા લગભગ દરરોજ પાલિકા કચેરીએ ઘસી આવતા હોય છે તો આજે પણ રણછોડનગરની મહિલાઓ પાણી મુદે રણચંડી બની પાલિકા કચેરીએ હંગામો મચાવ્યો હતો.

મોરબીના છેવાડાના વિસ્તાર એવા રણછોડનગર માં છેલ્લા ત્રણેક માસથી પાણીની સમસ્યા સર્જાઈ છે અને અગાઉ પણ લત્તાવાસીઓએ કરેલી ફરિયાદ બાદ પણ નીમ્ભર પાલિકા તંત્ર પ્રશ્નનો કોઈ ઉકેલ લાવ્યા ના હોય જેથી વિસ્તારની મહિલાઓની ધીરજ આજે ખૂટી હતી અને મહિલાઓનું એક ટોળું પાલિકા કચેરી ઘસી આવીને પ્રમુખની ચેમ્બરમાં ઘુસી ગયું હતું અને પાણી મુદે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી તો વળી રજૂઆત કરનાર મહિલાઓ પાસેથી ચોકાવનારી વિગતો પણ પ્રાપ્ત થઇ હતી

(10:18 pm IST)