Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વાંકાનેરના મહિકામાં ભરવાડના બે જૂથ વચ્‍ચે બઘડાટીઃ ચાર ઘવાયા

પંચાયત દ્વારા બનાવવામાં આવતા અવેડાના સ્‍થળ બાબતે ડખ્‍ખો

રાજકોટ તા ૨૯ : વાંકાનેરના મહિકા ગામમાં કાબરા નેસમાં અવેડો બનાવવાના સ્‍થળ બાબતે ભરવાડના બેન્ને જૂથ વચ્‍ચે ડખ્‍ખો થતા ચારને ઇજા થતા સારવાર માટે વાંકાનેર હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

ᅠમળતી વિગત મુજબ મહિકાના કાબરા નેસમાં ગ્રામ પંચાયત દ્વારા અવેડો બનાવવાનું નક્કી થતા એ અવેડો બનાવવા બન્ને જુથો જુદી જુદી વગ્‍યા સુચવતા હતા એ દરમ્‍યાન ઉગ્ર બોલાચાલી થતા ઉગ્ર સ્‍વરૂપ ધારણ કરી પાઇપ, લાકડી વડે બન્ને જુથો સામસામા આવી ધીંગાણું ખેલતા બન્ને પક્ષના ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી જેને સારવાર માટે દાખલ કરાયા હતા. આ બનાવમાં દેસુર ભારા ભરવાડ ની ફરીયાદ પરથી મસા રૂખડ, જલુબેન રૂખડ, મનુબેન મસરૂ, કિરૂબેન ગેલા, અને કાજલ વીરમ સામે ગુનો નોંધવામાં આવ્‍યો હતો. સામાપક્ષે  ગેલા રૂખડની ફરીયાદ પરથી પેથા ભારા, રાની અરજણ, ભારા અરજણ, મૈયારામ અને પુના રાજા સામે ગુનો નોંધી પી.એસ.આઇ જી.આર. ગઢવી એ તપાસ હાથ ધરી છે.

 

 

(2:44 pm IST)