Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સોરઠમાં વાતાવરણમાં પલ્‍ટોઃ વાદળા છવાતા બફારો વધ્‍યો

જુનાગઢ, તા. ર૯ : જૂનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે.

ગઇકાલે જૂનાગઢનું મહત્તમ તાપમાન ૪ર ડીગ્રી રહ્યા બાદ આજે સવારે આકાશ ગોરંભાય ગયું હતું. વાદળા છવાય જતા બફારો વધ્‍યો હતો.

સવારનું લઘુતમ તાપમાન ર૮.૪ ડીગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા અને પવનની ઝડપ ૧૧.૧ કિમીની રહી હતી.

 

(12:38 pm IST)