Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

જુનાગઢ નોબલ હાઇસ્‍કુલ ધો.૧૦નું ૧૦૦ ટકા રેકર્ડબ્રેક પરિણામઃ બે વિદ્યાર્થીઓ બોર્ડમાં પાંચમા અને સાતમા ક્રમે

જુનાગઢ તા.ર૯ ધો.૧૦નું પરિણામ જાહેર થતા જુનાગઢની નોબલ હાઇસ્‍કુલનું ધો.૧૦નું રેકોર્ડબ્રેક ૧૦૦ ટકા પરિણામ આવેલ છે.

આ સ્‍કુલના સંચાલક કેડી પંડયાએ જણાવ્‍યુ હતુ કે ધો.૧૦માં આ સંસ્‍થાના કોરડીયા કુશ નરેન્‍દ્રભાઇએ ૯૯.૯પ પીઆર અને ૯પ.પ૦ ટકા સાથે બોર્ડમાં પાંચમો ક્રમ અને જોષી બિન્‍દ્રા હિતેષભાઇ ૯૯.૯૩ પીઆર અને ૯પ.૧૭ ટકા સાથે બોર્ડમાં સાતમાં ક્રમે ઉર્તિણ થયેલ છે. તેમજ સ્‍કુલના ટોપટેનમાં ૧૧ વિદ્યાર્થીઓએ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. આ શાળાનું પરિણામ આવતા શાળા સંચાલક કેડી પંડયા સહ સંચાલક સિધ્‍ધાર્થ પંડયા આચાર્ય રેખાબેન સહિતના સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

(12:32 pm IST)