Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

જસદણમાં એકમાત્ર ફરવા માટેના જીલેશ્વર પાર્કની બદ્તર હાલત

જસદણ તા.૨૯ : એકલાખ પ્રજા માટે ફરવા લાયક માત્ર એક જ સ્થળ જીલેશ્વર પાર્ક છે પણ તે પ્રજા માટે જીલેશ્વર પાર્ક અત્યારે નરક સમાન છે.

અત્યારે બગીચામાં સાફસફાઇ થતી નથી. ઠેર-ઠેર ગંદકી દિવાલો તૂટેલી બાળકોને રમવાના સાધનો પણ તૂટી ફૂટી અને જગ્યા પરથી ગૂમ થયેલ છે ત્યારે તંત્ર અને શાસકો પ્રજાની વ્હારે ચઢી જીલેશ્વર પાર્કને એક ખરા અર્થમાં પાર્ક બનાવે અને કસુરવારો સામે ફરીયાદો કરી પગલા લેવાય તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.

(12:00 pm IST)