Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘની ૫૦ મી વાર્ષિક સભા મળી

ઉપલેટા તાલુકા ખરીદ વેચાણ સંઘ ની ૫૦ મી  વાર્ષિક સાધારણ સભા ઉપલેટા ખાતે કડવા પટેલ સમાજની ઝાલાવડીયા વાડી ખાતે મળી હતી. જેમાં સને ૨૦૧૭/૧૮ ના વાર્ષિક હિસાબો, ખેડૂતોના પ્રશ્નો, ખેત પેદાશની ખરીદી અંગેની પ્રશ્નોતરી, તેમજ ખેડૂતને લગતા વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોને ખરીદીમાં પુરા ભાવ આપીને ખરીદી કરવા માટેની બાહેંધરી આપવામાં આવી હતી. તેમજ ખેડૂતોના માલની ખરીદીના પ્રશ્નો અંગે વિઠ્ઠલભાઈ તેમજ જયેશભાઈ રાદડીયા ને મળી ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તે અંગેની જાણકારી ઉપલેટા તાલુકાના ખેડૂતોને રાજકોટ ડિસ્ટ્રીક બેંકના ડિરેકટર હરિભાઈ ઠુમ્મર દ્વારા આપવામાં આવી હતી. આ સાધારણ સભામાં રૂ. ૭,૦૦,૦૦૦/- ચોખ્ખો નફો દર્શાવવામાં આવ્યો હતો.   ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રાએ ખેડૂતોના અમુક પ્રશ્ને હોદ્દેદારોને આડે હાથ લીધા હતા. સંઘની કામગીરીમાં કંઈક ખોટું થયેલ હોય, જે અંગે એમને સંદ્યના હોદ્દેદારની રૂએ વિરોધ પણ નોંધાવ્યો હતો. આ તકે ઉપલેટા તાલુકા ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો તેમજ માર્કેટિંગ યાર્ડ પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો તેમજ ખરીદ વેંચાણ સંદ્યના પ્રમુખ અને સભ્યો તેમજ ઉપલેટા તાલુકાના ખરીદ વેંચાણ સંદ્ય સાથે જોડાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:58 am IST)