Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

હળવદમાં ભાઇચારાના પ્રતિકરૂપ ઘાંચી સમાજ દ્વારા કાર્ય

હળવદ : ઘાંચી સમાજ દ્વારા રમજાન માસ દરમિયાન આખો માસ ગરમ મીક્ષ ભજીયાનું વેચાણ ચાલુ કર્યુ છે. જયારે અહી દંતેશ્વર દરવાજા બહાર મસ્જીદ આગળ રૂ.૧૦૦ નો કિલો ભજીયા દેવામાં આવે છે. અહી હિન્દુ - મુસ્લીમ સર્વે આ ભજીયા લેવા આવે છે. દરરોજ ૧૫૦ કિલો ભજીયાનું વેચાણ થાય છે. હિન્દુ કારીગરો દ્વારા શુધ્ધ તેલમાંથી બનાવવામાં આવે છે. રમઝાન માસ દરમિયાન ૪ હજારથી પણ વધારે મુસ્લીમ બિરાદરો ભાઇઓ બહેનો રોઝા રાખે છે અને અહી આ મસ્જીદની બાજુમાં ૨૫૦ થી પણ વધારે ભાઇઓ રોઝા છોડવા અહી આવે છે. ૨૫૦ થી વધારે વસ્તુ ફ્રુટ, શાકભાજી, ફાલુદા, દુધ વગેરે આપવામાં આવે છે. હિન્દુ મુસ્લીમ એકતાના પ્રતિક રૂપ આ અહીનું ઉદાહરણ છે. ઘાંચી સમાજ હળવદના અગ્રણીઓ આ કાર્ય ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર - અહેવાલ : હરીશ રબારી, હળવદ)

(11:54 am IST)