Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

મોરબીમાં ભાઇને પતાવી દેવાની ધમકીઆપી પ્રકાશ મિરાણીએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ

પરણિતાને આપઘાત માટે મજબુર કરનાર પતિ અને સાસરીયા સામે ફરિયાદ

મોરબી, તા.૨૯: મોરબી પંથકમાં દુષ્કર્મના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં વધુ એક સગીરાને ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

મોરબી પંથકની સગીરાને ધમકીઓ આપીને તેની મરજી વિરુદ્ઘ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભોગ બનનાર સગીરાની માતાએ નોંધાવી છે જે ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી પ્રકાશ પીન્ટુ મીરાણી રહે. મોરબી વાળો શખ્શ ૧૭ વર્ષની સગીરા સાથે બળજબરી કરીને તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી દુષ્કર્મ ગુજાયું હતું એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ એ ડીવીઝન પીઆઈ આર.જે.ચૌધરી ચલાવી રહ્યા છે.

તેમજ શનિવારે રાત્રીના સમયે લલીતાબેન નામની પરિણીતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આપદ્યાત કર્યો હતો જે મામલે બીપીન વાદ્યેલા રહે. રોહીદાસપરાવાળાએ બી ડીવીઝન પોલીસમા ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુ મધુરદાસ પોપટ, સાસુ રંજનબેન, નણંદ ચાંદની તેમજ દેવર રાહુલ એ તમામે મરણ જનાર લલીતાબેનને સંતાન ના થતું હોય તેમ કહીને શારીરિક માનસિક ત્રાસ ગુજારી મરવા માટે મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. બી ડીવીઝન  પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે

(11:52 am IST)