Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

જસદણ-વિંછીયા તાલુકાની શાળાઓને માહિતી આપવા અપીલ

જસદણ તા. ર૯ :.. જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભુપતભાઇ કેરાળીયાએ જણાવ્યું છે કે જસદણ-વિંછીયા તાલુકાની કેટલીક શાળાઓ ધો. ૧ર સાયન્સના પેમ્પલેટ અને બેનરમાં ખોટા આંકડા છપાવી વિદ્યાર્થી અને વાલીઓને ભરમાવવાનો પ્રયાસ કરે છે. તેવી વાલીઓની ફરીયાદ મળેલ છે.

ત્યારે જસદણ, વિંછીયા તાલુકાની શાળાઓએ ફોર્મ ભરેલ સંખ્યા પાસ-નાપાસ ની ટકાવારી આપીને લોકોને સાચી માહિતી આપવા ભુપતભાઇએ અપીલ કરી છે.

(11:48 am IST)