Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ગાંધીધામ : ચેક રિટર્ન કેસના આરોપીને એક વર્ષની સજા અને દંડ ફટકારતી કોર્ટ

ભુજ તા ૩૯ : ગાંધીધામ કોર્ટે ચેક બાઉન્સ ના એક કેસમાં આકરી દંડની કાર્યવાહી કરતો હુકમ કરીને ધાક બેસાડતી કાર્યવાહી કરી છે. ગીતાબેન એન. શર્ર્માએ ચેક રીટર્ન થતા બોકા સત્યનારાયણ વિરૂધ્ધ ફરીયાદ કરી હતી ૧૮ ઓગષ્ટ ૨૦૧૫ ના ૯૫ હજાર રૂપીયાનો ચેક રીટર્ન થયા બાદ ગીતાબેન શર્માએ ફોજદારી ફરીયાદ કરી હતી જે કેસ ચાલતા ગાંધીધામ કોર્ટના ચીફ અધિક જજ એસ.આર. ગર્ગે આ કેસના આરોપી બોકા સત્યનારાયણને ૧ લાખ ૪૨ હજાર ૫૦૦ નો દંડ અને ૧ વર્ષની કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ફરીયાદી વતી વકીલ એન.જે. તોલાણી અને કે.ડી.પ્રસાદે દલીલો કરી હતી.

(11:45 am IST)