Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

કોડીનારમાં ગેંગવોર :બે જૂથ વચ્ચે ત્રણ રાઉન્ડ ફાયરિંગ ;ત્રણ લોકો ઘાયલ

ઉચ્ચ અધિકારીઓ દોડ્યા :જૂની અદાવત કારણભૂત હોવાનું તારણ

ગીર સોમનાથના કોડીનારમાં ફરીથી ગેંગવોર શરૂ થતા ચકચાર મચી જવા પામી છે જાણવા મળ્યા મુજબ  બે જૂથ વચ્ચે  ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતાં 3 લોકો ઘાયલ થયા હતા.આ બંને જૂથના કુલ છ લોકો આમને સામને આવી ગયા હતા તમામ ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

   ફાયરીંગની ઘટનાની જાણ થતા એસપી,ડીવાયએસપી  ક્રાઈમબ્રાંચ સહિતનો પોલીસ કાફલો તાલુકા પંચાયત રોડ ખડકી દેવાયો હતો. પોલીસે આ ઘટનાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બંને ગેંગ વચ્ચે જૂની અદાવતને લઇને ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.

(11:32 am IST)