Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ઉપલેટામાં કોંગ્રેસ શકિત સંગઠન દ્વારા કોમી એકતા સંમેલન

 ઉપલેટા : કોંગ્રેસ શકિત સંગઠન દ્વારા કોમી એકતા સંમેલન તથા ઇફતાર પાર્ટીનું આયોજન કુતુબખાના પાસે ડગલી હોલમાં હિન્‍દુ-મુસ્‍લિમ સમાજના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં કરાયું હતું. જેમાં સુની મુસ્‍લિમ જમાત પ્રમુખ સીદીકભાઇ બાવાણી, ભોલાભાઇ ધોરાજીવાળા, હનીફભાઇ કોડી, ચેમ્‍બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઇ ઘેરવડા, ગોવિંદભાઇ બારૈયા, જમનભાઇ ગેડીયાએ પ્રવચન આપ્‍યું હતું. સુન્ની મુસ્‍લિમ સમાજના પ્રમુખ રહેલા મર્હુમ દાઉદશા બાવાશા શેખ સમાજ પ્રત્‍યેની સારી કામગીરીને લીધે તેમના પરિવારજનોને સન્‍માનપત્ર અર્પણ કરાયું હતું. સફળ બનાવવા દિલાવર ઓસમાણ હિંગોરા પ્રમુખ કોંગ્રેસ શકિત સંગઠન ઉપલેટા, તૌફીક બકાલી મેમણ અગ્રણી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(10:18 am IST)