Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

ગોંડલમાં એનસીસી કેડેટસની કોરોના મહામારી સમયે સેવા

હાલ કોરોના વાયરસનાં ફફડાટ વચ્ચે લોકડાઉનની કડક કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરાઇ છે.પોલીસ ની સાથે આ કામગીરી માં એમ.બી.કોલેજ નાં એનસીસી. કેડેટસ પણ જોડાયાં છે. સવાર થી મોડી સાંજ સુધી શહેરનાં વિવિધ વિસ્તારો, બેન્ક સહીત ફરજ બજાવી રહ્યા છે. એનસીસી ઓફિસર એન.જે.જોષીની રાહબરી હેઠળ કેડેટસ શોશ્યલ ડિસ્ટન્સ, લોકડાઉન અવર્નેશ સહીત ની કામગીરી શિસ્તબદ્ઘ રીતે કરી રહયાં હોય લોકોમાં આગવી ચાહના મેળવી રહયાં છે. કોરોના ની ભયાવહ સ્થિતિ વચ્ચે આ કેડેટસ જીવ નાં જોખમ સાથે આકરી દેશ સેવાં બજાવી રહયાં હોય એમ.બી.કોલેજ નાં આ વિદ્યાર્થીઓ ની સરાહનાં થઇ રહીં છે.

(12:00 pm IST)